અમરેલીમાં ખગોળશાસ્ત્રી લોક વિજ્ઞાન કેન્દ્રની મુલાકાતે

Amreli Gujarat

વિદ્યાર્થીઓને આકાશ દર્શન અને નક્ષત્રોની માહિતી પ્રદાન કરાઇ

ગુજરાતકાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગર્વમેન્ટ ઓફ ગુજરાત, ગાંધીનગર પુરસ્કૃત ડીસ્ટ્રીક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ગિરધરભાઇ સંગ્રહાલય અને બાલભવન, અમરેલીમાં મુખ્ય ટ્રસ્ટી જવાહરભાઇ મહેતા તથા હેમેન્દ્રભાઇ મહેતાની પ્રેરક ઉપસ્થિતિમાં ખગોળશાસ્ત્રી ડો. જે.જે. રાવલ દ્વારા વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે આકાશ દર્શન અને નક્ષત્રોની વિવિધ તલસ્પર્શી માહિતી વિદ્યાર્થીઓને પ્રદાન કરવામાં આવી હતી. સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી જવાહરભાઇ મહેતા તથા ચેરમેન હેમેન્દ્રભાઇ મહેતા દ્વારા પધારેલી ખગોળ શાસ્ત્રી ડો. જે.જે. રાવલનું પુષ્પગુચ્છ પ્રદાન કરી સ્વાગત કર્યુ હતું. ડો. જે.જે. રાવલ દ્વારા સંસ્થાના અનેક વિભાગોનું તલસ્પર્શી અભ્યાસ કરી, તેઓએ અનેરૂ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. સસ્થાના તારક દર્શન, કલા વિભાગ, સંગીત વિભાગ, બાયોટેક કોર્નર, તારા-ગંગા સાયન્સ પાર્ક, નેચરલ હિસ્ટ્રી વિભાગ, અમરેી પુરાત્વવિય વિભાગ, કાઠી હાઉસ, કોઇન્સ વિભાગ, ગાંધી ગેલેરી, કોમ્પ્યુટર વિભાગ વિગેરે વિભાગોની મુલાકાત લઇને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. જીવનતિર્થ વિદ્યાલયના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓ સાથે ડો.જે.જે. રાવલનું એક મનનીય વક્તવ્ય પણ યોજાયું હતું.