ગુજરાતનાં વિરૂ ઉત્તરપ્રદેશનાં યોગીની કાર્યશૈલી અપનાવે

Amreli Breaking News Business India

અમરેલી, તા. ર4
ઉત્તરપ્રદેશનાં નવનિયુકત મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથે સરકારી કચેરીઓની રૂબરૂ મુલાકાત લઈને કચેરીનાં અંધાધુંધીભર્યા માહોલને સુધારવાનો આદેશ કરીને પોલીસ વિભાગનાં અનેક કર્મચારીઓ અને અધિકારીઓને સસ્‍પેન્‍ડ કરીને ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશની જનતાની વાહ વાહ મેળવી રહૃાા છે.
બીજી તરફ ગુજરાતનાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણી (વિરૂ) પણ યોગીની જેમ રાજયની તમામ સરકારી કચેરીઓની સરપ્રાઈઝ મુલાકાત લે તો અહીંયા પણ ઉત્તરપ્રદેશ જેવી જ પરિસ્‍થિતિ છે તેમાં કોઈ જ શંકા નથી.
અમરેલી જિલ્‍લાની મોટાભાગની સરકારી કચેરીઓમાં અનિયમિતતાં, ઉઘ્‍ધતાઈ, ભ્રષ્‍ટાચાર અને આળશું વૃત્તિએ પગપેસારો કર્યો છે. લગભગ તમામ કચેરીઓમાં ફાઈલોનાં ઢગલાઓ, સ્‍વચ્‍છતાનો અભાવ જોવા મળી રહૃાો છે.
મુખ્‍યમંત્રી તો દુરની વાત રહી મંત્રી, સાંસદ કે ધારાસભ્‍યો પણ કયારેય સરકારી કચેરીઓમાં ચાલતી અંધાધુંધી સામે અવાજ ઉઠાવતા ન હોય જિલ્‍લાની જનતામાં આશ્ચર્ય ફેલાયું છે.

Source: Amreli Express