અમરેલીમાં વાહનોમાં આરટીઓનાં નિયમની ઐસી-તૈસી

Amreli Breaking News India

અમરેલી, તા. ર4
અમરેલી શહેરમાં બાઈક અને કાર સહિતનાં વાહનોમાં કાન ફાડી નાખે તેવા હોર્ન, આંખો આંજી દે તેવી લાઈટ અને નિયમ વિરૂઘ્‍ધની નંબર પ્‍લેટ તેમજ .ચભકકલ .ફીયહ જેવા શબ્‍દોથી રૂઆબ ફેંકતા વાહનચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ શહેરીજનો કરી રહૃાા છે.
અમરેલી શહેરમાં ફરતાં અને ખાસ કરીને લવરમુછીયા યુવાનો જયારે પણ ટુ-વ્‍હીલરને લઈને પસાર થાય છે ત્‍યારે સતત હોર્ન વગાડીને સીનસપાટા કરીને ઘ્‍વનિ પ્રદુષણ ફેલાવી રહૃાા છે. તો બાઈક કે કારમાં આંખો આંજી દે તેવી લાઈટો લગાવતાં જોવા મળે છે. ત્રિપલ સવારી લઈને બેકાબુ ગતિએ બાઈક ચલાવીને શહેરનું વાતાવરણ બગાડી રહૃાા છે. છતાં પણ પોલીસ કે આરટીઓ વિભાગને કોઈ ચિંતા જોવા મળતી નથી.
શહેરનાં રાજમાર્ગો પર દુકાન કે મકાન ધરાવનાર વ્‍યકિત આંખો દિવસ અવનવા હોર્ન સાંભળીને પરેશાન થઈ જાય છે. ત્‍યારે ઉચ્‍ચ અધિકારીઓ યોગ્‍ય કાર્યવાહી કરેતેવી માંગ ઉભી થઈ રહી છે.

Source: Amreli Express