નાની કુંકાવાવમાં વસંત મોવલીયાનાં હસ્‍તે મોક્ષરથનું કરાયું લોકાર્પણ1234

Gujarat

નાની કુંકાવાવ ગામે પોતાના વતનનું ઋણ અદા કરવા તથા વતનના ગામના વિકાસ માટે સતત મથતા હમવતની દાતા વસંતભાઈ મોવલીયા દ્વારા અંતિમ વિસામા માટે અદ્યતન ડિઝાઈન સાથેનો સ્‍ટીલનો સુંદર મોક્ષરથ લોકાર્પણ કરવાનો કાર્યક્રમ તા.ર6/રના રોજ નાની કુંકાવાવ ગામે યોજાઈ ગયો. તેમના પૂ. દાદા અને આ ગામના પૂર્વ સરપંચ સ્‍વાતંત્ર્ય સેનાની સ્‍વ. ભીખાલાલ મુળજીભાઈ મોવલીયા તથા દાદી સ્‍વ. પાર્વતીબેન ભીખાલાલ મોવલીયાના સ્‍મરણાર્થે આ સુંદર મોક્ષરથ અર્પણ કરવામાં આવેલ. આજના દિવસે સૌ પ્રથમ ભગવાન સત્‍યનારાયણની કથાનું આયોજન કરવામાં આવેલ અને પૂજા – અર્ચન બાદ લોકોની સુવિધા માટે મોક્ષરથની અર્પણ વિધિ તથા ઈલેકટ્રીક કરવત પણ અર્પણ કરવામાં આવેલ. આ પ્રસંગે તેમના પિતા અને પૂર્વ તા.પં. પ્રમુખ બાવાલાલ મોવલીયા, માતુશ્રી જયાબેન તથા મોટા બાપુજી ગોવિંદભાઈ તથા ભાભુ હેમીબેન અનેસમગ્ર મોવલીયા પરિવારે પણ આ શુભ કાર્યમાં જહેમત ઉઠાવી હતી. આ ગામની વિકાસયાત્રામાં સતત મથતા યુવાન અને ઉત્‍સાહી શિક્ષણપ્રેમી ભાઈ વસંતભાઈ મોવલીયાના સન્‍માન સાથે સમગ્ર મોવલીયા પરિવાર અગ્રણીઓ તથા સૌ ગામજનોએ હાજર રહી આભારની લાગણી વ્‍યકત કરી હતી. સમગ્ર કાર્યક્રમની આયજન વ્‍યવસ્‍થા તેમજ રથની કામગીરી માટે જલ્‍પેશ મોવલીયાએ જહેમત ઉઠાવી હતી. આ લોકાર્પણ પ્રસંગે વતનના ગામ માટે આગવી દૃષ્‍ટિ સાથે વિવિધ ક્ષેત્રે ઉદાર હાથે દેણગી કરતાં શિક્ષણપ્રેમી સમગ્ર પરિવારને પૂર્વ બી.આર.સી. ઉદયભાઈ દેસાઈએ હૃદયપૂર્વક અભિનંદન પાઠવી શુભેચ્‍છાઓ પાઠવી હતી.