અમરેલી જિલ્‍લામાં સિંહોની હાલત શ્‍વાન જેવી બની123

Amreli Gujarat

તા. ર8
સમગ્ર વિશ્‍વમાં એશીયાટીક સિંહ માત્ર સૌરાષ્‍ટ્રનાં જંગલમાં જ જોવા મળે છે. ત્‍યારે આપણી રાષ્‍ટ્રીય સંપત્તિ ગણાતા આ એશીયાટીક સિંહની દશા શ્‍વાનકરતાં પણ ખરાબ થઈ રહી હોય તેવો એક વિડીયો સોશ્‍યલ મીડીયામાં વાયરલ થતાં ભારે સનસનાટી મચી જવા પામી છે. ત્‍યારે વાયરલ થયેલ વિડીયો કયાં સ્‍થળનો છે તે ચોકકસ જાણી શકાયું નથી. પરંતુ આ વિડીયો ધારી ગીર પૂર્વેનાં આંબરડી, ધોબી કુઈ અથવા તો જેસરનાં ગેબર વિસ્‍તારનો હોવાનું અનુમાન જાણકારો લગાવી રહૃાા છે. આ વિડીયો વાયરલ થયા બાદ પણ વન વિભાગ આ બનાવથી અજાણ હોય વનવિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે.
અમરેલી જિલ્‍લામાં આજે સવારથી જ એક વિડીયો વાયરલ થયો છે. જેમાં એક ટ્રેકટરમાં કેટલાંક લોકો ગાડા માર્ગે પસાર થતાં હોય છે અને આ માર્ગ વન વિસ્‍તારનો હોય ત્‍યારે રસ્‍તામાં એક સિંહ દંપત્તિ મળી જતાં આ સિંહ દંપત્તિની પાછળ ટ્રેકટર દોડાવી અને આ રાષ્‍ટ્રીય પ્રાણી સિંહને હેરાન પરેશાન કરવામાં આવી રહૃાા છે. તો બીજી તરફ આ સિંહ દંપત્તિ ટ્રેકટરનાં અવાજ તથા લોકોનાં હાકલા-પડકારાથી આકુળ વ્‍યાકુળ થઈ આમથી તેમ દોડી રહૃાું છે.
પરંતુ કાળા માથાના માનવી પોતાના વિકૃત આનંદ મેળવવા માટે થઈ ટ્રેકટરમાંથી નીચે ઉતરી અને આ સિંહ દંપત્તિની પાછળ ચાલીને જઈ અને સિંહને પથ્‍થર મારતો હોવાનું પણ આ વાયરલ થયેલા વિડીયોમાં સ્‍પષ્‍ટપણે દેખાઈ છે. અને સિંહ દંપત્તિને હેરાન પરેશાન કરતો વિડીયો વાયરલ કરી વન વિભાગનેખુલ્‍લી ચેલેન્‍જ કરી હોય તેમ લાગી રહૃાું છે.
ત્‍યારે આ વિડીયો અંગેનું સ્‍થળ ધારી નજીક આવેલ આંબરડી, ધોળી કુઈ અથવા તો જેસરનાં ગેબર વિસ્‍તાર હોવાનું વન્‍ય પ્રેમી જાણકારો બતાવી રહૃાા છે. ત્‍યારે આ વાયરલ થયેલ વિડીયો અંગે વનવિભાગ સફાળું જાગે અને રાષ્‍ટ્રી પ્રાણી સિંહ દંપત્તિને પથ્‍થર મારવાવાળા અને તેમને હેરાન કરનારા શખ્‍સો સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી પણ માંગ ઉભી થવા પામી છે.
અત્રે ઉલ્‍લેખનીય છે કે, અમરેલી જિલ્‍લાનો ઘણો મોટો ભાગ વનવિભાગમાં સમાયેલો છે અને વન્‍ય પ્રાણીઓ સિંહ, દિપડા તથા અન્‍ય પ્રાણીઓને માનવ જાત મુશ્‍કેલીમાં મુકે છે. અને આવા કેટલાય વિડીયો અગાઉ વાયરલ થયા છે તેમાં કોઈ ચોકકસ પરિણામ નહી આવવાના કારણે વન વિસ્‍તારમાં વન્‍ય પ્રાણીઓને છંછેડવા અથવા તો તેમને પથ્‍થર, લાકડી મારી ઈજા કરવાનાં બનાવો અવાર-નવાર બને છે. ત્‍યારે વનવિભાગ આવી રીતે રેરોકટોક વન વિસ્‍તારમાં પ્રાણીઓ માટે મુશ્‍કેલી સર્જનારા લોકો સામે લાલ આંખ કરે તે જરૂરી બન્‍યું છે.